જામનગરમાં વેરો ભરપાઈ નહી ભરનાર પાંચ આસામીઓની મિલકતનો સાંકેતિક કબ્જો મેળવી લેતી મહાનગર પાલિકા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
જામનગરમાં વેરો ભરપાઈ નહી ભરનાર પાંચ આસામીઓની મિલકતનો સાંકેતિક કબ્જો મેળવી લેતી મહાનગર પાલિકા 1 - image


જામનગર, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

જામનગર મા મહાનગર પાલિકા મા વેરો ભરપાઈ નહી કરનાર આસામી ની પાંચ મિલકત નો સાંકેતિક કબ્જો મહાનગર પાલિકાએ મેળવ્યો છે. આ માંટે જાહેર નોટીસથી જાણ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા મા અનેક આસામીઓ દ્વારા વેરો ભરપાઈ કરવા મા આવ્યો નથી.આવા આસામીઓ નો પ્રથમ ડિમાન્ડ નોટીસ, ત્યાર પછી વોરંટ બજવણી કરવા છતાં વેરા વસુલાત નહી થતા આસી. કમિશ્નર ( ટે) જીગ્નેશ નિર્મળ દ્વારા આસામી ની પાંચ મિલકત નો સાંકેતિક કબ્જો મેળવી લેવાયો છે.જેમાં નીલકંઠ કોમ્પલેક્ષ મા આવેલ દુકાન ( રૂ.૨૫૩૨૧), દી.પ્લોટ -૫૮ નાં જયહરી માં એક દુકાન (રૂ.૫૭૪૩૦), અન્ય એક ત્યાજ આવેલ બે માળ ની દુકાન (રૂ.૫૫૯૬૨),.ગિરધારી મંદિર પાસે ની બે દુકાન ( રૂ.૨૭૮૬૮), નો સમાવેશ થાય છે.

મહાનગર પાલિકા ની વેરા પેટે કરોડો રૂપિયા ની વસુલાત બાકી લેણી નીકળે.છે.હવે તંત્ર દ્વારા કડક વસુલાત કરવા મા આવી રહી છે.


Google NewsGoogle News