જામનગરમાં બિલ્ડીંગ કોમ્પલેક્ષના પાર્કિંગમાં ભરાયેલા વરસાદી પાણીનો જાહેર રસ્તાઓ પર નિકાલ : વાહનચાલકો પરેશાન
Jamnagar News : સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં બિલ્ડીંગ કોમ્પલેક્સોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ બંધ થયા બાદ પણ કેટલીક બિલ્ડીંગોમાંથી વિચાર્યા વિના પંપીંગ કરીને રસ્તાઓ પર પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ અંગે આસપાસના રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બિલ્ડીંગ કોમ્પલેક્સોમાંથી પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. શહેરના તંત્રને આ સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવું જરૂરી છે.