જામનગર શહેરમાં મોટરસાઇકલ ચોરીની ઘટના : પોલીસે ગુનો નોંધ્યો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં મોટરસાઇકલ ચોરીની ઘટના : પોલીસે ગુનો નોંધ્યો 1 - image

image : Freepik

Jamnagar Bike Theft : જામનગરના પંચકોશી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરીની એક ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી નવીનભાઇ પરસોતમભાઇ કણઝારીયાએ પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ચોરાઈ ગયું હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના તારીખ 19 ઓગસ્ટ, 2024ના રોજ સવારે સાડા આઠ વાગ્યા પછીના કોઈપણ સમયે પોલીસ થાણાથી પશ્ચિમે 5 કિલોમીટર દૂર ખંભાળીયા બાયપાસ પાસે બની હતી. 

ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમણે પોતાનું મોટરસાઇકલ રોડની સાઇડમાં પાર્ક કર્યું હતું. અને થોડીવારમાં પાછા આવ્યા ત્યારે મોટરસાઇકલ ગાયબ હતું. 

પંચકોશી બી.ડીવીજન પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી અને અજાણ્યા ચોર વિરુદ્ધ આઈપીસી કલમ 303-બ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે અને સી.સી.ટી.વી. ફૂટેજ તપાસી રહી છે.


Google NewsGoogle News