જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા શિક્ષકનું બુલેટ મોટરસાયકલ ચોરાયું

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા શિક્ષકનું બુલેટ મોટરસાયકલ ચોરાયું 1 - image

image : Freepik

Bike Theft Case in Jamnagar : જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતા એક શિક્ષકે પોતાના ઘરની બહાર પાર્ક કરેલું પોતાનું 70 હજારની કિંમતનું બુલેટ મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં સાલોન સાઈ બંગલોઝમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા જોશેફ સોમન જેવીયર નામના 33 વર્ષના ક્રિશ્ચીયન યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું રૂપિયા 70 હજારની કિંમતનું બુલેટ મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News