Get The App

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર માર્ગ પર ઓઇલ ઢોળાતાં ડઝનથી વધુ વાહનો સ્લીપ થયા

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News

- ફાયરના જવાનોએ બે ટ્રેક્ટર વડે રોડ પર માટી પાથરીને ઓઇલ ની સફાઈ કરી

 

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર માર્ગ પર ઓઇલ ઢોળાતાં ડઝનથી વધુ વાહનો સ્લીપ થયા 1 - image

જામનગર,તા.11 માર્ચ 2024,સોમવાર 

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર ગઈકાલે સવારે કોઈ વાહનમાંથી ઓઇલ ઢોળાતાં એકાદ કિલોમીટર સુધી માર્ગ ઓઇલવાળો બન્યો હતો. જેના કારણે એકાદ ડઝનથી વધુ બાઈક સ્લીપ થવાના બનાવો બન્યા હતા. સદભાગ્ય કોઈ મોટી જાનહાનીના અહેવાલો મળ્યા નથી.

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર માર્ગ પર ઓઇલ ઢોળાતાં ડઝનથી વધુ વાહનો સ્લીપ થયા 2 - image

 આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને જુદા જુદા બે ટ્રેક્ટર વડે માટી મંગાવીને રોડ પર માટી પાથરી હતી, અને માર્ગ પરથી ઓઇલ વાળો ભાગ દૂર કરાવ્યો હતો. જેના કારણે વાહનચાલકોને રાહત થઈ હતી.


Google NewsGoogle News