Get The App

જામનગરની લેન્ડ રેકર્ડ કચેરીના વર્ગ-3ના 30થી વધુ કર્મચારીઓ પેનડાઉન સાથે હડતાલ પર ઉતર્યા

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
જામનગરની લેન્ડ રેકર્ડ કચેરીના વર્ગ-3ના 30થી વધુ કર્મચારીઓ પેનડાઉન સાથે હડતાલ પર ઉતર્યા 1 - image


Jamnagar News : ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા પોતાની જુદી જુદી 13 જેટલી માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી, તે માંગણીઓ મંજૂર થઈ ન હોવાથી આખરે ગઈકાલથી રાજ્ય વ્યાપી પેન ડાઉન આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. અને સમગ્ર રાજ્યના લેન્ડ રેકર્ડ કચેરીના વર્ગ-3 ના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.

જેના અનુસંધાને જામનગરની જુદી-જુદી કચેરીમાં ફરજ બજાવતા 30 થી વધુ કર્મચારીઓ પણ આ રાજ્ય વ્યાપી આંદોલનમાં જોડાયા છે અને પેનડાઉન સાથે હડતાલ પર ઉતર્યા છે. જે 31 તારીખ સુધી હડતાલ ચાલુ રહેશે.

ત્યાં સુધીમાં તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ આ સાથે ચીમકી આપી છે. અને જામનગરના જિલ્લા કલેકટરને ઈ-મેલ દ્વારા આવેદનપત્રની નકલ પાઠવવામાં આવી છે.


Google NewsGoogle News