જામનગરના કસ્તુરબા વિકાસ ગૃહના 68મા સ્થાપના દિને પૂ.મોરારિબાપુની પાવન ઉપસ્થિતિ
Jamnagar Kasturba Stri Vikas Gruh : જામનગરમાં આજે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની સ્થાપનાના 68માં વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. આ પ્રસંગે વિશ્વ અહિંસા દિવસ અને ગાંધી જયંતિ પણ ઉજવવામાં આવી હતી. આજે તા.2.10.2024 ને ગાંધી જયંતીના રોજ જામનગર સ્થિત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહે પોતાની સ્થાપનાની 68મી વર્ષગાંઠ ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગાંધીજયંતી અને વિશ્વ અહિંસા દિવસ પણ ઉજવવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે જાણીતા કથાકાર મોરારિબાપુની પાવન ઉપસ્થિતિમાં દાતાઓના આર્થિક યોગદાનથી આકાર પામેલ શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે દાતાઓના અભિવાદનનો કાર્યક્રમ અને સંસ્થાના મુખપત્ર 'ૠતમ'નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
જામનગરના વતની સોનિયાબેન ગોકાણી (પૂર્વ ચીફ જસ્ટિસ, ગુજરાત હાઈકોર્ટ)ના સાન્નિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના અધ્યક્ષ દિનાબેન મહેતા, હિરાબેન તન્ના અને માનદ્ મંત્રી કરશનભાઈ ડાંગર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોરારિબાપુએ આ પ્રસંગે આશીર્વચન આપતાં સંસ્થાના કાર્યોની પ્રશંસા કરી હતી.
કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ છેલ્લા 68 વર્ષથી જામનગરમાં અનાથ બાળકો અને મહિલાઓને આશરો આપી રહ્યું છે. આ સંસ્થા દ્વારા બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આજે આ સંસ્થાએ વધુ એક નવી સિદ્ધિ મેળવી છે, અને દાતાઓના સહયોગથી શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. આ કેન્દ્ર દ્વારા વધુને વધુ બાળકોને શિક્ષણ મળી શકશે.આ પ્રસંગે કાર્યક્રમના અંતે સમૂહભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહે જામનગરમાં સમાજસેવાના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચ્યો છે.