Get The App

જામનગરમાં હિમાલય સોસાયટીમાં આવેલી હોસ્ટેલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરાયા

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
જામનગરમાં હિમાલય સોસાયટીમાં આવેલી હોસ્ટેલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરાયા 1 - image

image : Freepik

- જામનગરના એસટી ડેપો પર આવેલા આણંદના એક યુવાનના રૂપિયા 97,000 નો કિંમતનો કીમતી આઈફોન ચોરાયો

જામનગર,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર 

જામનગર શહેરમાં મોબાઇલ ફોન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને એકી સાથે ત્રણ મોબાઇલ ફોનની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં હિમાલય સોસાયટીમાં આવેલી એક હોસ્ટેલના રૂમમાંથી બે વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરી થઈ ગયા છે, જ્યારે જામનગરના એસટી ડેપો પર આવેલા આણંદના એક યુવાનના ખિસ્સામાંથી 97,300 ની કિંમતના આઈફોનની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાં આવેલી જય માતાજી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા રૂપેશ પ્રેમજીભાઈ ડાભી તેમજ તેના રૂમ પાર્ટનર પિયુષ મનસુખભાઈ ડાભી કે જે બંનેના મોબાઈલ ફોન ચાર્જિંગ માટે બારીમાં રાખવામાં આવ્યા હતા.

 જે દરમિયાન કોઈ તસ્કરોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી બારીમાં હાથ નાખી બંને મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી સીસીટીવી કેમેરા ચકાસવાનું શરૂ કર્યું છે.

 આ ઉપરાંત જામનગરના એસટી ડેપો પરથી વધુ એક મોબાઈલ ફોન ચોરાયો છે. મૂળ રાજકોટના વતની અને હાલ આણંદ રહેતા વિમલભાઈ ભગવાનજીભાઈ સુરાણી, કે જેઓ જામનગર આવ્યા હતા, અને જામનગરના એસટી ડેપો પર પ્લેટ ફોર્મ નંબર-1 ઉપર બસની રાહ જોઈને ઉભા હતા, જે દરમિયાન ગિરદીનો લાભ લઇ તેમના ખિસ્સામાંથી રૂપિયા 97,300 ની કિંમતના કિંમતી આઈફોનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરને શોધવાનું શરૂ કર્યું છે.



Google NewsGoogle News