જામનગરમાં પંચવટી વિસ્તારમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી કરવા ગયેલી મહિલાના પર્સમાંથી મોબાઈલ ફોન ચોરાયો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં પંચવટી વિસ્તારમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી કરવા ગયેલી મહિલાના પર્સમાંથી મોબાઈલ ફોન ચોરાયો 1 - image


Image Source: Freepik

જામનગરમાં પંચવટી વિસ્તારમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે ગયેલી એક મહિલાના પર્સમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતી પારસબા પૃથ્વીરાજસિંહ જાડેજા નામની 32 વર્ષની યુવતી, કે જે પંચવટી વિસ્તારમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી, જે દરમિયાન કોઈ તસકરે તેમના પર્સમાં રાખેલો રૂપિયા સાડા આઠ હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયાની ફરિયાદી સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે એએસઆઈ એસ.આર. ચાવડા તપાસ ચલાવે છે.



Google NewsGoogle News