જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરી બજારમાં ખરીદી માટે આવેલા યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરી બજારમાં ખરીદી માટે આવેલા યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો 1 - image

image : freepik

જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે આવેલા લાલપુરના એક ઇલેક્ટ્રિશિયન યુવાનનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ બનાવની વિગત એવી છે કે લાલપુરમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતો અને ઇલેક્ટ્રીકનું કામ કરતો પ્રફુલ કિશોરભાઈ રાઠોડ નામનો 24 વર્ષનો યુવાન ગત 9 તારીખે જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી માટે આવ્યો હતો, જે દરમિયાન ગીરદીનો લાભ લઈ કોઈ તસ્કરો તેમના ખિસ્સામાંથી રૂપિયા 17,700 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.


Google NewsGoogle News