Get The App

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા કલ્યાણપુર પંથકના દર્દીનો કિંમતી મોબાઈલ ફોન ચોરાયો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
જામનગરની સમર્પણ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા કલ્યાણપુર પંથકના દર્દીનો કિંમતી મોબાઈલ ફોન ચોરાયો 1 - image

 image : Freepik

જામનગર,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગરની સમર્પણ હોસ્પિટલના કસરત વિભાગમાં સારવાર અર્થે આવેલા કલ્યાણપુર પંથકના એક યુવાનનો કિંમતી મોબાઈલ ફોન કોઈ તસ્કર ચોરી કરી દઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 આ ચોરીના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માલેતા ગામમાં રહેતો હિંમતભાઈ જયેશભાઈ ડુવા નામનો 26 વર્ષનો યુવાન, કે જે જામનગરની સમર્પણ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યો હતો, અને હાજર હતો. જે દરમિયાન ત્યાંથી કોઈ તસ્કરો તેમના રૂપિયા 21,000 ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News