Get The App

લાલપુરના પડાણા નજીક ભરાયેલી શાક માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા આવેલા પરપ્રાંતીય યુવાનનો કીમતી મોબાઈલ ફોન ચોરાયો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
લાલપુરના પડાણા નજીક ભરાયેલી શાક માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા આવેલા પરપ્રાંતીય યુવાનનો કીમતી મોબાઈલ ફોન ચોરાયો 1 - image

image : Freepik

જામનગર,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગર નજીક લાલપુરના પડાણા ગામ પાસે ભરાતી શાક માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે આવેલા એક યુવાનનો મોબાઇલફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 મૂળ દિલ્હીના વતની અને હાલ પડાણા રેસીડેન્સીમાં રહેતા રવિ કુમાર પુરણમાસી કે જેઓ ગઈકાલે પડાણા નજીક ભરાતી શાક માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે ગયા હતા, જ્યાં ગિર્દીનો લાભ લઇ કોઈ તસ્કરે તેમના ખિસ્સામાંથી રૂપિયા 24,000 ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.


Google NewsGoogle News