જામનગરમાં ગોકુલ નગરમાં શાકભાજીની ખરીદી કરવા ગયેલા બુજુર્ગનો મોબાઇલ ફોન ચોરાયો

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગોકુલ નગરમાં શાકભાજીની ખરીદી કરવા ગયેલા બુજુર્ગનો મોબાઇલ ફોન ચોરાયો 1 - image


Image Source: Freepik

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ શાકમાર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા ગયા હતા, જ્યાં કોઈ તસ્કરો એ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

ગોકુલ નગર નજીક સોહમ નગર વિસ્તારમાં રહેતા વૃજલાલભાઈ રામજીભાઈ રાઠોડ નામના 61 વર્ષના વૃદ્ધ કે જેઓ ગોકુલનગર વિસ્તારમાં ભરાતી શાક માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે ગયા હતા, જે દરમિયાન ગીરદીનો લાભ લઇ કોઈ તસ્કરે તેમના પેન્ટના ખીસ્સામાંથી રૂપિયા 15,000ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લીધો હોવાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.


Google NewsGoogle News