સહિયર નવરાત્રી મહોત્સવ દરમિયાન ખડે પગે રહેનારી 108ની ટીમને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય રિવાબા જાડેજા

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
સહિયર નવરાત્રી મહોત્સવ દરમિયાન ખડે પગે રહેનારી 108ની ટીમને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય રિવાબા જાડેજા 1 - image


જામનગર, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર

જામનગર શહેરમાં નવરાત્રી ના તહેવાર દરમિયાન પ્રાચીન-અર્વાચીન રાસ ગરબા મહોત્સવ સમયે કોઈ ખેલૈયાઓને ઈમરજન્સી તબીબી સારવાર ની જરૂરિયાત પડે તો તેને તાત્કાલિક અસરથી સારવાર આપી શકાય તેના ભાગરૂપે જામનગરની એમ.પી.શાહ કોમર્ષ અને લો કોલેજના પટાંગણમાં ચાલી રહેલા સહિયર નવરાત્રી મહોત્સવ દરમિયાન 108 ની ટીમ સતત ખડે પગે રહી ને સેવા આપી રહી છે. જે ટીમને જામનગર 78- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ શુભકામનાઓ પાઠવી હતી.

 નવરાત્રી મહોત્સવ દરમિયાન પોતે કોઈ પણ પ્રકારનો આરામ કર્યા વિના નવરાત્રી મહોત્સવ દરમિયાન રાસ રમીને માતાજી ની આરાધના કરતા ખેલૈયાઓ કે અન્ય કોઇ પણને મેડિકલ સારવાર ની જરૂરિયાત રહે, તો તેને પહોંચી વળવા માટે જામનગર ની 108ની ટીમના કો-ઓર્ડિનેટર જયદેવસિંહ જાડેજા અને તેમની સાથેના 80 જેટલા સભ્યોની ટીમ કે જે ઓ ચાલુ નવરાત્રી દરમિયાન રાત્રે 8:00 વાગ્યાથી મોડી રાત્રે સુધી જુદા જુદા વિસ્તારના પોઇન્ટ નક્કી કરીને તહેનાતમાં છે, જે તમામ સભ્યોને ધારાસભ્ય રિવાબા જાડેજા એ શુભકામનાઓ પાઠવી હતી, અને તેઓના આ સેવાયજ્ઞને બિરદાવ્યા હતા.

 આ વેળાએ જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ની સાથે જામનગર મહાનગર પાલિકાના શાસક જૂથ (ભારતીય જનતા પાર્ટ) ના નેતા આશિષભાઈ જોશી, સહીયર નવરાત્રી મહોત્સવ ના સંયોજક સંજયભાઈ જાની, શહેર ભાજપ મીડિયા સેલના ચંદ્રવદનભાઈ ત્રિવેદી, નવરાત્રી મહોત્સવના મુખ્ય પ્રાયોજક કૈલાશભાઈ બદીયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News