Get The App

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાના રેસ્ટોરેશન કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા નિરીક્ષણ કરાયું

Updated: Jun 9th, 2023


Google NewsGoogle News
જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાના રેસ્ટોરેશન કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા નિરીક્ષણ કરાયું 1 - image


- સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા તેમજ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગની ટીમ પણ સાથે જોડાઈને માહિતી આપી

જામનગર,તા.9 જુન 2023,શુક્રવાર

જામનગર શહેરની ઐતિહાસિક ધરોહર એવા ભૂજીયાકોઠા કે જેનું હાલમાં રેસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે, અને મોટાભાગે 65 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે 25 કરોડના ખર્ચ સાથે ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

 ભૂકંપ વખતે ભૂજીયાકોઠાનો ઉપરનો હિસ્સો ધસી પડ્યો હતો, અને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા જામનગરની ઐતિહાસિક ધરોહરને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર પાસેથી ખાસ મંજૂરી માંગવામાં આવી હતી, અને તે મુજબની ગ્રાન્ટ પણ મળી છે.

 જે સ્થળની ગઈકાલે સાંજે જામનગરના 79- દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર કામગીરી અંગેની જાત માહિતી મેળવી હતી.

 જેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા જોડાયા હતા, જેઓ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. સાથો સાથ જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના દંડક કેતન ગોસરાણી, જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની અને તેમની ટીમ પણ જોડાઈને સંપૂર્ણ માહિતી આપી હતી. 

આગામી પાંચ મહિનામાં ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ કરી લેવાશે, અને લોકોના નિદર્શન માટે ખુલ્લો મૂકી દેવાય તેમ જાણવા મળી રહ્યું છે. ધારાસભ્ય  દિવ્યેશ અકબરી દ્વારા સમગ્ર રેસ્ટોરેશન કામ અને ભૂજિયા કોઠાની ઐતિહાસિક ધરોહર સંપૂર્ણ પણે જળવાયેલી રહે, તે બાબતે મહાનગરપાલિકાના અધિકારીઓને વિશેષ સૂચના આપી હતી.

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાના રેસ્ટોરેશન કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા નિરીક્ષણ કરાયું 2 - image

ભુજુયા કોઠાનો ઇતિહાસ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા યાદ કરાયો

 સૌરાષ્ટ્રની 170 વર્ષ પહેલાંની ઐતહાસિક ઊંચામાં ઊંચી ગણાતી ભુજીયા કોઠાની ઇમારતને વર્ષ 2001 માં ખુબ જ નુકશાન થયું હતું.

 ગુજરાતમાં ટોલેસ્ટ હેરિટેજ સાઈટ તરીકે ગણાતી આ ઇમારતનું કામ જામ રણમલ-2 ના કાર્યકાળમાં 1839 થી 1852 દરમિયાન કરવામાં આવ્યું હતું. જેને ભારત સરકાર દ્વારા સન 1966 માં પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ તરીકે જાહેર કરાયું હતું.

 આ ઇમારતનું 2016 માં પુરાતત્વ સાથે એમ.ઓ.યુ કરી અને આ ઇમારતને તેના મૂળ સ્વરૂપમાં પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી' ત્યારબાદ જૂન -2020 માં રેસ્ટોરેશનની સંપૂર્ણ વહીવટી કાર્યવાહી પૂર્ણ કરીને કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં ઇમારતના બાંધકામને મૂળ સ્વરૂપમાં લાવવા આગળના સી - ટાઈપ સ્ટ્રકચરને કરવા નીચે આવેલ દુકાનો પૈકી 11 દુકાનો હટાવવી આવશ્યક હતી, જે પૈકી ની ચાર દુકાનો પાસે કોઈ આધારો ન હતા જે પ્રથમ દૂર કરવામાં આવી હતી.


Google NewsGoogle News