જામનગરના નંદપુર ગામમાં ખેતી કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું વીજ આંચકાથી અપમૃત્યુ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
જામનગરના નંદપુર ગામમાં ખેતી કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું વીજ આંચકાથી અપમૃત્યુ 1 - image

જામનગર,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર

જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં એક વાડીમાં રહીને ખેતી કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનને ઝટકા મશીનમાંથી એકા એક વીજ આંચકો લાગતાં અપમૃત્યુ થયું છે.

આ બનાવની વિગત એવી જે કે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર ના વતની અને હાલ જામનગર તાલુકાના નંદપુર ગામમાં રહીને ખેતી કામ કરી રહેલા લાલસિંગ લોટીયા ભાઈ પાવરા નામના 27 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાનને પોતાની વાડીમાં ઝટકા મશીન માટે ચાલુ કરાયેલા વીજ પ્રવાહમાંથી એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને તેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકની પત્ની શકીબેન લાલસિંગભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ઘરી છે.


Google NewsGoogle News