Get The App

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં મારામારીમાં ઘાયલ થયેલી મહિલાની ખબર પૂછવા ગયેલા નાઘેડીના આધેડ પર છરી વડે હુમલો કરાયો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં મારામારીમાં ઘાયલ થયેલી મહિલાની ખબર પૂછવા ગયેલા નાઘેડીના આધેડ પર છરી વડે હુમલો કરાયો 1 - image


Crime News Jamnagar : જામનગર તાલુકાના નાઘેડી ગામમાં ગઈકાલે સવારે બે પાડોશી મહિલાઓ વચ્ચે પાણી ભરવા બાબતે ઝઘડો થવાથી બંને મહિલાઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલનો દાખલ કરાઈ હતી, જ્યાં ઇજાગ્રસ્ત મહિલાની ખબર કાઢવા માટે ગયેલા નાઘેડી ગામના એક આધેડ પર જી.જી. હોસ્પિટલમાં છરી વડે હુમલો કરાતાં ભારે દોડધામ થઈ છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા જેઠાભાઇ ભાણજીભાઈ રાઠોડ (ઉ.વ.53)કે જેઓ ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલા દિવ્યાબેનની ખબર કાઢવા માટે ગયા હતા, ત્યાં હાજર રહેલા નારણભાઈ પરમાર નામના શખ્સે તેના પર છરી વડે હુમલો કરી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, અને તાત્કાલિક અસરથી તેને સાત થી આઠ ટાંકા લેવા પડ્યા હતા.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર નાઘેડી ગામમાં ગઈકાલે હુમલાખોર આરોપી નારણભાઈની પુત્રી દક્ષાબેન તથા ફરિયાદીના સંબંધી બીજલભાઇની પુત્રી દિવ્યાબેન કે જે બંને વચ્ચે પાણી ભરવા બાબતે તકરાર થઈ હોવાથી મારામારીમાં ઇજાગ્રસ્ત બનેલી દિવ્યાબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં દિવ્યાબેનની ખબર કાઢવા માટે ગયેલા ફરિયાદી જેન્તીભાઈ રાઠોડ ઉપર છરી વડે હુમલો કરી દેવાયાનું પોલીસમાં જાહેર થયું છે. 


Google NewsGoogle News