જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા આશાસ્પદ તબીબી વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા આશાસ્પદ તબીબી વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ 1 - image


Jamnagar Heart Attack Death : જામનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા 19 વર્ષીય કિશન માણેકનું હાર્ટ એટેકથી અકાળે અવસાન થયું છે. આ ઘટનાને લઈને પરિવાર અને શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

આશાસ્પદ તબીબી વિદ્યાર્થી કિશન કે જે જામનગર પીજીવીસીએલ ખંભાળિયા ગેઇટ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર હેમંત માણેકનો પુત્ર છે, અને એમ.બી.બી.એસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેની અચાનક થયેલી મૃત્યુની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. કિશન એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો અને તેનું ભવિષ્ય ઉજ્જવળ લાગતું હતું. તેના મૃત્યુથી સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. 

આ ઘટના એકવાર ફરીથી યુવા વર્ગમાં હાર્ટ એટેકના વધતા જતાં કિસ્સાઓ તરફ ધ્યાન દોરે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, અનિયમિત જીવનશૈલી, તણાવ અને ખોરાકમાં બદલાવ જેવા કારણોસર યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી અને નિયમિત ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. કિશનના અવસાનથી તેના પરિવાર અને મિત્રો પર ઊંડો આઘાત લાગ્યો છે. સમગ્ર શહેર તેની આ અકાળ મૃત્યુની ઘટનાથી શોકગ્રસ્ત છે.


Google NewsGoogle News