જામનગરમાં આરામ કોલોની વિસ્તારમાં રહેતી વિપ્ર પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરીયાઓનો ત્રાસ
Image Source: Freepik
માવતરેથી દહેજ લઈ આવવા બાબતે ત્રાસ ગુજારવા અંગે શ્વસુર પક્ષના સાત સભ્યો સામે દહેજ ધારા અંગે ફરિયાદ
જામનગર, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર
જામનગર માં આરામ કોલોની વિસ્તારમાં રહેતી એક વિપ્ર પરણીતાએ દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે પોતાને ત્રાસ ગુજારી માવતરેથી દહેજ માં રૂપિયા લઇ આવવાની માંગણી સાથે ત્રાસ આપવા અંગે પોતાના શ્વસૂર પક્ષના સાત સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની વિસ્તારમાં રહેતી વૈભવીબેન હેમિનભાઈ ભટ્ટ નામની ૨૯ વર્ષની જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે મારકુટ કરી ત્રાસ ગુજારી માવતરે થી દહેજ માં રૂપિયા લઈ આવવાની માંગણી સાથે હાંકી કાઢ્યા ની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે વૈભવીબેન ની ફરિયાદના આધારે તેણીના પતિ હેમીન વિમલેશકુમાર ભટ્ટ, સસરા વિમલેશકુમાર રજનીકાંત ભટ્ટ, સાસુ ફાલ્ગુનીબેન વિમલેશકુમાર ભટ્ટ, દાદાજી સસરા રજનીકાંત એમ ભટ્ટ, દાદીજી સાસ લીલાવતીબેન રજનીકાંતભાઈ ભટ્ટ, ફુવાજી સસરા પ્રણવ કુમાર પાઠક, અને ફઈજી સાસુ કેતકી બેન પ્રણવ કુમાર પાઠક સામે સ્ત્રી અત્યાચાર ધારા, તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળની જુદી જુદી કલમો હેઠળ નોંધ્યો છે, અને તપાસનો દોર આગળ ધપાવ્યો છે.