જામનગરની પરિણીતાએ સાસુ-સસરાના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર હેઠળ
Jamnagar : જામનગરની પરિણીતાએ સાસુ, સસરાના દુ:ખ ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હોય આ બનાવમાં પરિણીતાએ બન્ને વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં રાજ પાર્ક, સાઈબાબાના મંદિરની બાજુમાં રહેતી તેજલબેન કમલેશભાઈ રાઠોડ નામની પરિણીતાને લગ્નજીવન દરમ્યાન સાસુ હંસાબેન નાનજીભાઈ બગડા અને સસરા નાનજીભાઈ પાલાભાઈ બગડા નામના શખ્સો શારીરિક તથા માનસિક દુ:ખ, ત્રાસ આપી અપશબ્દો બોલતા હોય, આથી કંટાળી તેણીએ ઝેરી દવા પી લેતાં તાત્કાલિક સરકારી 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હોય, બીજી તરફ તેજલબેનની ફરિયાદ પરથી તેણીના સાસુ, સસરા સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.