જામનગરમાં પરિણીતાના આત્મહત્યાના કેસમાં ચોકાવનારા ખુલાસા : દહેજના ત્રાસને કારણે પરિણીતાએ મોતને વ્હાલું કર્યું, પતિ સામે ફરિયાદ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં પરિણીતાના આત્મહત્યાના કેસમાં ચોકાવનારા ખુલાસા : દહેજના ત્રાસને કારણે પરિણીતાએ મોતને વ્હાલું કર્યું, પતિ સામે ફરિયાદ 1 - image


Jamnagar Suicide Case : જામનગરમાં નવાગામ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધા બાદ આ પ્રકરણમાં પતિનો દહેજના કારણે ત્રાસ હોવાનું સામે આવ્યું છે, અને યુવતીને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ સામે દહેજ પ્રતિબંધક ધારા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના નવાગામ ઘેડમાં રહેતી અંકિતાબેન પ્રશાંતભાઈ સંચાણિયા નામની પરિણીતાએ ગત તા.8.4.2024 ના રોજ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને યુવતીના ખંભાળિયામાં રહેતા પિતા ચંદ્રેશભાઇ વસવેલીયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

જેમાં પોતાની પુત્રીને પતિ દ્વારા ત્રાસ અપાતો હોવાનું અને દહેજની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જામનગરના સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે મૃતકના પિતા ચંદ્રેશભાઇ વસવેલીયાએ આવીને પોતાના જમાઈ પ્રશાંત કિશોરભાઈ સંચાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે પોતાની પુત્રીને ઘર ખર્ચ માટે પતિ પૈસા આપતો ન હતો, અને તું ખોટા ખર્ચા કરે છે, તેમજ તું માનસિક છો. અને ધુંણે છે, તેમ કહી ટોર્ચર કરતો હતો. અને માવતરેથી દહેજમાં પૈસા તથા મોટરસાયકલ લઈ આવવાની માંગણી કરતો હતો. જે દહેજની માંગણી સહન નહીં થતાં અંકિતાબેને આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસે પ્રશાંત સંચાણિયા સામે દહેજ પ્રતિબંધક ધારા સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News