Get The App

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ચલાવી રહેલો શખ્સ પકડાયો

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ચલાવી રહેલો શખ્સ પકડાયો 1 - image

image : File Photo

Gas Refilling Scam in Jamnagar : જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાના રહેણાંકમકાનમાં ગેરકાયદે રીતે ગેસ રીફીલિંગનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈકાલે સાંજે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી બિલ આધાર વગરના 36 નંગ રાંધણ ગેસના બાટલા, ગેસ રિફિલિંગને લગતી સામગ્રી તથા એક રીક્ષા છકડા સહિતની સામગ્રી કબજે કરી છે.

 એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે રામેશ્વર નગર નજીક નવજીવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો અજયસિંહ મહોબતસિંહ જાડેજા નામનો શખ્સ કે જે પોતાના રહેણાક મકાનમાં રાંધણ ગેસના નાના મોટા બાટલાઓ સંગ્રહ કરીને ગેરકાયદે ગેસ રીફીલિંગનું કારસ્તાન ચલાવી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે સાંજે એસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાંથી નાના મોટા 36 નંગ નાના મોટા બાટલા મળી આવ્યા હતા. જેના બિલ આવતા વગેરે માંગતા તેના કોઈ આધાર નહીં હોવાનું જણાવ્યું હતું.

 જેથી પોલીસ દ્વારા રૂપિયા 61,000 ની કિંમતમાં રાંધણ ગેસના બાટલાઓ તેમજ ગેસ રિફિલિંગની નોઝલ તથા તેને લગતી સામગ્રી ઉપરાંત એક છકડો રીક્ષા સહિત રૂપિયા 1,61,000 ની માલમતા કબજે કરી લીધી છે. જે તમામ સામગ્રી શક પડતી મિલકત તરીકે કબજે કરી લઇ તેની સામે સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધ કરાવાઈ છે, અને પુરવઠા વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી છે. જેથી પુરવઠા શાખાની ટુકડી પણ દોડતી થઈ છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News