લાલપુર તાલુકાના સેતાલુસ ગામનો એક શખ્સ એસ.ઓ.જી.ના હાથે ગેરકાયદે હથિયાર તમંચા સાથે પકડાયો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
લાલપુર તાલુકાના સેતાલુસ ગામનો એક શખ્સ એસ.ઓ.જી.ના હાથે ગેરકાયદે હથિયાર તમંચા સાથે પકડાયો 1 - image


જામનગર માં રહેતા એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે એસ.ઓ.જી. ની ટુકડીઓ ઝડપી લીધો છે, અને તેની સામે હથીયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

આ દરોડા ની વિગત એવી છે કે જામનગર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતો કાદર દાઉદમિયા મુલ્લા કે જે પોતાના કબજામાં ગેરકાયદે હથિયાર તમંચો લઈને જાહેરમાં નીકળેલ છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ કાનાલુસ ગામના રોડ પર વોચ ગોઠવી હતી.

જે દરમિયાન આરોપી કાદર દાઉદમિયા ત્યાંથી હથિયાર સાથે પસાર થતાં તેને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 5,000 ની કિંમત નો દેશી બનાવટનો તમંચો કબજે કરી લીધો છે. જેની સામે હથીયાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News