જામનગર નજીક ખંભાળિયા બાયપાસ પાસેથી એક શખ્સ એસ.ઓ.જી.ના હાથે દેશી તમંચા સાથે પકડાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક ખંભાળિયા બાયપાસ પાસેથી એક શખ્સ એસ.ઓ.જી.ના હાથે દેશી તમંચા સાથે પકડાયો: સપ્લાયરનું નામ ખુલ્યું 1 - image

image : Freepik

જામનગર,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર 

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ખંભાળિયા બાયપાસ પાસે વોચ ગોઠવી એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધો છે, જ્યારે તેને તમંચો સપ્લાય કરનાર હિન્દી ભાષી શખ્સને ફરાર જાહેર કરાયો છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતો દિલીપ ભરતભાઈ વાઘેલા, કે જે જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પરથી ગેરકાયદે હથિયાર લઈને પસાર થઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ વોચ ગોઠવી દિલીપ વાઘેલાને ઝડપી લીધો હતો.

 જેની તલાસી દરમિયાન તેના કબજામાંથી રૂપિયા 5000 ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી પોલીસે તમંચો કબ્જે કરી લઇ આરોપી દિલીપ વાઘેલા સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં હથીયાર ધારા ભંગ અંગે ગુનો દાખલ કરાવ્યો છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન આ હથિયાર દરેડ વિસ્તારમાં રહેતા એક હિન્દી ભાષી શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News