જામનગરમાં જનતા ફાટક પાસેથી દેશી પિસ્તોલ અને જીવંત કારતુસો સાથે એક શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું
image : Freepik
Jamnagar Crime News : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ગઈ રાત્રે જનતા ફાટક પાસેથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ તેમજ જીવંત કારતુસ સાથે ઝડપી લીધો છે. જેની પૂછપરછ દરમિયાન હથિયારના સપ્લાયર તરીકે ખંભાળિયાના દાતા ગામના એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં જનતા ફાટક વિસ્તારમાં રહેતો અક્ષય રામભાઈ ચાવડા નામનો શખ્સ પોતાના કબજામાં ગેરકાયદે હથીયાર પિસ્તોલ લઈને ફરી રહ્યા છે, તેવી માહિતી એલસીબીની ટીમને મળી હતી. તેથી અક્ષય ચાવડાને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂપિયા 25,000ની કિંમતની પિસ્તોલ તેમજ ત્રણ નંગ જીવંત કારતુસ કબજે કર્યા છે.
જેની સામે સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં હથીયાર ધારા ભંગ અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસની વધુ પૂછ પરછ દરમિયાન ઉપરોક્ત હથિયાર તેને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામના દિલીપસિંહ ચુડાસમા નામના શખ્સે સપ્લાય કર્યું હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.