Get The App

જામજોધપુર પંથકમાં ખાણ માફિયાઓ સામે મામલતદારની ટીમની લાલ આંખ, ગેરકાયદે રીતે બેલા ભરેલું ટ્રેક્ટર કબજે

Updated: May 17th, 2024


Google NewsGoogle News
જામજોધપુર પંથકમાં ખાણ માફિયાઓ સામે મામલતદારની ટીમની લાલ આંખ, ગેરકાયદે રીતે બેલા ભરેલું ટ્રેક્ટર કબજે 1 - image


illegal Mining at Jamjodhpur : જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ખાણ માફીયાઓ સક્રિય બન્યા છે, જેની સામે જામજોધપુર મામલતદારની ટીમેં લાલ આંખ કરી છે, અને મોડી રાત્રે પેટ્રોલિંગ હાથ ધરી સોંગઠી ગામમાંથી ગેરકાયદે રીતે બેલા ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટર ચાલકને ઝડપી લીધો છે, અને ખાણ ખનીજ ખાતાને જાણ કરી છે.

 જામજોધપુર તાલુકાના સોગઠી ગામના પાટીયા પાસે મામલતદાર અને તેમની ટીમ દ્વારા બિનઅધિકૃત બેલા ભરેલું ટ્રેક્ટર પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

 જામજોધપુરના મામલતદાર દ્વારા છેલ્લા ઘણા સમય થયા ખનન ચોરી માફીયા સામે ઝુંબેશ આદરી છે, ત્યારે જામનગર જિલ્લાનો ખાણ ખનીજ વિભાગ શું કરે છે, તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


Google NewsGoogle News