કાલાવડ ટાઉનમાં પ્રેમ લગ્ન કરનાર એક યુવક અને તેના વૃદ્ધ પિતા પર પ્રેમિકાના પરિવારજનોનો હુમલો; ત્રણ સામે પોલીસ ફરિયાદ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
કાલાવડ ટાઉનમાં પ્રેમ લગ્ન કરનાર એક યુવક અને તેના વૃદ્ધ પિતા પર પ્રેમિકાના પરિવારજનોનો હુમલો; ત્રણ સામે પોલીસ ફરિયાદ 1 - image


કાલાવડ ટાઉનમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકાના પરિવારના ત્રણ સભ્યોએ પ્રેમી યુવાન અને તેના વૃદ્ધ પિતા પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા તરુણભાઈ જેસ્ઠારામ આડ ઠક્કર નામના 60 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ચિરાગ ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કાલાવડ માંજ રહેતા રફીકભાઈ ગેરેજવાળા ઉપરાંત અયાન અને ઈરફાન પટણી વગેરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તરુણભાઈ ના પુત્ર ચિરાગે હુમલાખોર આરોપી ઈરફાનભાઇની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News