જામનગર શહેર અને આલિયાબાડામાં દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા: ચાર શખ્સોની અટકાયત

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને આલિયાબાડામાં દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા: ચાર શખ્સોની અટકાયત 1 - image


Image Source: Freepik

જામનગર શહેર અને અલિયાબાડામાં પોલીસે દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા છે, અને ઈંગ્લીશ દારૂ તેમજ એક સ્કૂટર સહિત ચાર શખ્સોની અટકાયત કરી લીધી છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં વોચ ગોઠવી એકટીવા સ્કૂટર પર ઇંગલિશ દારૂ સાથે નીકળેલા રાહુલ બાબુભાઈ સોલંકી તેમજ જયકુમાર બાબુભાઈ સોલંકીને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી આઠ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી મોબાઈલ ફોન સહિત 38,000 રૂપિયાની માલમતા કબજે કરી છે.

ઇંગ્લિશ દારૂ અંગેનો બીજો દરોડો શંકર ટેકરી રામ નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાં રહેતા એક રીક્ષા ચાલક કિસન શૈલેષભાઈ રામાવત ના મકાન પર દરોડો પાડી પાંચ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબ્જે કરી લઇ આરોપી રીક્ષા ચાલકની અટકાયત કરી છે.

દારૂ અંગેનો ત્રીજો દરોડો અલિયા ગામમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા ઉત્તમ વિમલભાઈ તન્ના નામના શખ્સ ને ઝડપી લોધો છે, અને તેની પાસેથી પાંચ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે.


Google NewsGoogle News