જામનગરના બાડા ગામના રહેણાંક મકાન પર દારૂ અંગે દરોડો : 24 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ પકડાઈ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
જામનગરના બાડા ગામના રહેણાંક મકાન પર દારૂ અંગે દરોડો : 24 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ પકડાઈ 1 - image

image : Freepik

Jamnagar Liqour Crime : જામનગર તાલુકાના બાડા ગામમાં પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી 24 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબ્જે કર્યો છે, જયારે મકાનમાલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.

જામનગર તાલુકાના બાડા ગામમાં રહેતા વિશાલસિંહ બાબભા જાડેજાના મકાનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 24 નંગ નાની ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કરી લીધો હતો, જયારે આરોપી વિશાલસિંહ બાબભા જાડેજા પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગર નજીક નવાગામમાં ગોપાલ ચોકમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે બે નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લીધો છે.


Google NewsGoogle News