જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ ઝુંબેશ દરમિયાન મેયર, ચેરમેન સહિતના આગેવાનો જોડાયા

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ ઝુંબેશ દરમિયાન મેયર, ચેરમેન સહિતના આગેવાનો જોડાયા 1 - image


- રાત્રી સફાઈ કર્મચારીઓ માટે જલારામ મંદિર હાપા દ્વારા નાસ્તાની વ્યવસ્થા ગોઠવાઈ

જામનગર,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર

 જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી સફાઈની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે રાત્રે શહેરના લીમડાલેન સહિતના વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન નગરના મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા, અને નિરીક્ષણ કર્યું હતું. 

જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ ઝુંબેશ દરમિયાન મેયર, ચેરમેન સહિતના આગેવાનો જોડાયા 2 - image

રાત્રી સફાઈ કરનારા સફાઈ કામદારોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના પ્રયાસોથી જામનગર ના હાપા સ્થિત જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા થેપલા સૂકીભાજી સહિતના ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વેળાએ જલા રામ સેવા ટ્રસ્ટના  રમેશ દતાણીની ટીમ પણ જોડાઈ હતી.


Google NewsGoogle News