જામનગરના બેડી વિસ્તારમાં ચાલતી ઘોડીપાસાની મીની ક્લબ પર એલસીબીનો દરોડો

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
જામનગરના બેડી વિસ્તારમાં ચાલતી ઘોડીપાસાની મીની ક્લબ પર એલસીબીનો દરોડો 1 - image


Image Source: Freepik

- ઘોડીપાસાનો જુગાર રમી રહેલા બે શખ્સો પકડાયા: એક મહિલા સહિત ૭ ભાગી છૂટ્યા હોવાથી ફરારી જાહેર કરાયા

જામનગર, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર

જામનગરના બેડી વિસ્તારમાં એક મકાનમાં ઘોડીપાસાની મીની ક્લબ ચાલી રહી છે, તેવી બાતમી ના આધારે ગઈકાલે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને બે શખ્સોની અટકાયત કરી છે. પરંતુ એક મહિલા સહિતના સાત આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તમામને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

એલસીબી ની ટુકડીએ બેડી વિસ્તારમાં  ઇન્ડિયન ગેસ ના ગોદામ પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ભરત ટેકચંદ રામનાણી તેમજ ચંદુલાલ રિજુમલ કુકડીયા ની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા એક લાખની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત નું સાહિત્ય કબજે કર્યું છે.

આ દરોડા સમયે આઈસાબેન નુંરમહંમદભાઈ સાયચા નામની વાઘેર મહિલા, ઉપરાંત સિકંદર નૂર મહંમદ સાયચા, મુકેશ ભરવાડ, સતીશ ઉર્ફે સતીયો સિંધી, રમેશ પ્રેમજીભાઈ સિંધી, અને આર.કે ઉર્ફ રામુ, ઉપરાંત અન્ય બે અજ્ઞાત શખ્સો કે જેઓ પોલીસને જોઈને ભાગી છુંટયા હોવાથી તે તમામને ફરારી જાહેર કરી શૌધખોળ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News