જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં મકાન પર LCB ની રેડ : 11 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે મકાન માલિકની અટકાયત
image : Freepik
Liquor Crime in Jamnagar : જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક સોની વેપારીના રહેણાંક મકાન પર દરોડો પાડી 11 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે, જ્યારે એને દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને ફરાર જાહેર કરાયો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા ભગવતી પ્રસાદ નામના સોની વેપારીના મકાનમાં ઇંગલિશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી 11 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતાં પોલીસે ઇંગ્લિશ દારૂ કબ્જે કર્યો છે, અને સોની વેપારી ભગવતી પ્રસાદ જામવેચાની અટકાયત કરી લીધી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં શાંતિનગરમાં રહેતા દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ પૂરો પાડ્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોઘખોળ હાથ ધરી છે.