જામનગરના ધ્રાંગડા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો: પાંચ જુગારીઓ પકડાયા: એક ફરાર

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
જામનગરના ધ્રાંગડા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો: પાંચ જુગારીઓ પકડાયા: એક ફરાર 1 - image

જામનગર,તા.11 માર્ચ 2024,સોમવાર

જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને પાંચ જુગારીઓની અટકાયત કરી છે. જયારે એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક ધ્રાંગડા ગામમાં કેટલાક શખ્સો જાહેરમાં એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે ધ્રાંગડા ગામમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન પાંચ શખ્સો જુગાર રમતાં મળી આવ્યા હતા.

 એલસીબીની ટીમે ગંજીપાનાનો જુગાર રમી રહેલા ધીરજલાલ નાગજીભાઈ પરમાર, હિતેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા, સજુભા જોરુભા જાડેજા, હિતુભા બચુવા જાડેજા, અને નિઝામ કાસમભાઇ જખરાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,06,500 ની માલ મતા કબજે કરી છે.

 આ દરોડા સમયે ધ્રોલનો વતની રમેશ વણકર નામનો શખ્સ પોલીસે જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.


Google NewsGoogle News