જામનગરમાં ક્રિકેટના સટ્ટાખોરો પર પોલીસ તંત્રની તવાઈ : LCBની ટીમે વધુ શખ્સને ઝડપી લીધો: મુખ્ય બુકીનું નામ ખુલ્યું
image : Freepik
જામનગર,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર
જામનગર શહેરમાં ક્રિકેટના સટ્ટાખોરોને ઝેર કરવા માટે એલસીબી સહિતની પોલીસ ટુકડીએ કમર કસી છે, અને ક્રિકેટના સટ્ટાખોરને પકડવા માટે રોજબરોજ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જેના અનુસંધાને એલસીબીની ટીમે ગઈકાલે વર્લ્ડ કપની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા વધુ એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે તેની પૂછપરછ દરમિયાન મુખ્ય બુકીનું નામ ખુલ્યું છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ 45 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી ભરત ઉર્ફે મોન્ટી અરવિંદભાઈ નંદા નામના વેપારીને પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો જુગાર રમવા અંગે ઝડપી લીધો છે, અને તેની પાસેથી 6500 ની રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત રૂપિયા 11,500 ની માલમત્તા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં રહેતા ભરત ઉર્ફ ભજજી નંદા નામના ક્રિકેટના મુખ્ય બુકી સાથે સોદાની કપાત કરતો હોવાનું કબૂલ્યું હોવાથી પોલીસે ભરત ઉર્ફે ભજ્જીને ફરાર જાહેર કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.