Get The App

જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ધ્રોલ નજીક ચાલુ કારમાંથી આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ધ્રોલ નજીક ચાલુ કારમાંથી આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સોને એલસીબીએ   ઝડપી લીધા 1 - image


જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ચાલુ કારમાં કેટલાક ક્રિકેટના સટ્ટાખોરો દ્વારા આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ધ્રોલ નજીક વોચ ગોઠવી એક કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી લઈ રોકડ  મોબાઈલ સહિત ૧૫.૨૨ લાખની માલમત્તા કબજે કરી છે, જ્યારે ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી તથા પન્ટર સહિત અન્ય છ ને ફરારી જાહેર કરાયા છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક ક્રિકેટના  સટ્ટાખોરોએ નવતર પ્રકારે ક્રિકેટનો જુગાર રમાડવાનું ચાલુ કર્યું છે, અને જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ચાલુ કારમાં મોબાઇલની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે, તેવી બાતમી ના આધારે ધ્રોલ હાઇવે રોડ પર એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી હતી.

જે દરમિયાન એક ફોર્ચ્યુન કાર ત્યાંથી પસાર થતાં સોયલ ટોલ નાકા નજીકના વિસ્તારમાંથી એલસીબી ની ટુકડીએ તે કારને આંતરી લીધી હતી, અને તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદર જામનગર અને મીઠાપુર સૂરજ કરાડી ના ત્રણ શખ્સો પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈ.પી.એલ. ની રાજસ્થાન રોયલ અને પંજાબ કિંગ્સ ઇલેવન ની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા મળી આવ્યા હતા.

આથી પોલીસે કારમાં બેઠેલા જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા પ્રવીણ રામજીભાઈ મકવાણા, સુરજ કરાડી- મીઠાપુરમાં રહેતા ટ્રાન્સપોર્ટ ના ધંધાથી હાર્દિક અશોકભાઈ પોપટ, અને સૂરજ કરારીના પ્રવીણ રાજપાળભા માણેક સહિત 3 શખ્સો ની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી મોબાઈલ ફોન- કાર તેમજ રૂપિયા 7,200ની રોકડ રકમ સહિત 15,22,200 માલમતા કબજે કરી લીધી છે.

પોલીસની વધુ પૂછપરછ દરમિયાન તેણે રાજકોટના વિર ઉર્ફે વિરુ ઝાલા પાસે ક્રિકેટની આઈડી મેળવી હોવાથી રાજકોટના વીરુ ઝાલા ને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત ત્રણેય શખ્સો  દ્વારકા રાજકોટ અને અમદાવાદના કેટલાક પન્ટરો સાથે ક્રિકેટનો સટ્ટો રમતા હોવાથી મીઠાપુરના જીલ, રાજકોટના જય, મીઠાપુરના પ્રતિપાલ, ઉપરાત મીઠાપુરના સાકિર શેખ અને અમદાવાદના શિવલો વગેરે સહિત ફૂલ 6ને ફરારી જાહેર કરાયા છે.


Google NewsGoogle News