જામનગરમાં ક્રિકેટની આઈડી મારફતે IPL ની મેચમાં ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને એલસીબીએ ઝડપી લીધો
image : Freepik
IPL Cricket Betting Crime in Jamnagar : જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી એલસીબીની ટુકડીએ મોબાઈલ ફોનની આઇડી પર આઇપીએલની ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહેલા એક શખ્સ ને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનો સામાન કબજે કર્યો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 10 માં શિવમ પ્લાઝા એપાર્ટમેન્ટ પાસે અમિત દિનેશભાઈ હનસોરા નામનો શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચનો લાઇવ સ્કોર નિહાળી ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે, જે બાતમીના આધારે દરોડો પાડી અમિત હનસોરાની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી રૂપિયા 4,920 ની રોકડ રકમ, અને મોબાઈલફોન સહિતની માલમતા કબજે કરી છે. જેની સામે જુગાર ધારા ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે.