જામનગર તાલુકાના સચાણામાંથી બિલ આધાર વગરના 390 લીટર ડીઝલના જથ્થા સાથે એક આરોપી એલસીબીના હાથે પકડાયો

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
જામનગર તાલુકાના સચાણામાંથી બિલ આધાર વગરના 390 લીટર ડીઝલના જથ્થા સાથે એક આરોપી એલસીબીના હાથે પકડાયો 1 - image


Image Source: Freepik

જામનગર તાલુકાના સચાણામાંથી બિલ આધાર વગરના શંકાસ્પદ ગણાતા 390 લીટર ડીઝલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા જામનગર તાલુકાના સચાણા ગામની દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન સચાણા ગામમાં રહેતો અને માછીમારી કરતો એજાજ મુસાભાઈ ગજીયા નામનો માછીમાર શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો મળી આવ્યો હતો.

જેની તલાસી રહેતાં તેના કબજા માંથી 390  લીટર ડીઝલના જથ્થો મળી આવ્યો હતો. તેના બિલ આધાર વગેરેની માંગણી કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારના બીલ આધાર વગેરે ન હતા.

જેથી એલસીબી ની ટીમે અંદાજે 35 હજાર રૂપિયાની કિંમતનો શંકાસ્પદ મનાતો ડીઝલનો જથ્થો કબજે કર્યો છે, અને તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, સાથો સાથ પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે.


Google NewsGoogle News