જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ગઈ રાત્રે જૂની અદાવતના મનદુઃખના કારણે બે જૂથ વચ્ચે બઘડાટી : પોલીસ તંત્ર દોડતું થયું

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ગઈ રાત્રે જૂની અદાવતના મનદુઃખના કારણે બે જૂથ વચ્ચે બઘડાટી : પોલીસ તંત્ર દોડતું થયું 1 - image


Jamnagar Crime News : જામનગરના વાઘેરવાડામાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે જૂની અદાવતના મન દુઃખના કારણે બઘડાટી બોલી ગઈ હતી અને મારામારીમાં એક જૂથના ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના બાદ સિટી એ.ડિવિઝનનો પોલીસ કાફ્લો દોડતો થયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂનિ અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. એક જૂથના કેટલાક હુમલા ખોરો દ્વારા હથિયારો સાથે ધસી આવી ચાર યુવાનો પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. જેથી વાઘેરવાડા વિસ્તારમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.

આ હુમલાના બનાવવામાં ઇજાગ્રસ્ત બનેલા અખ્તર (અકુ) ઇકબાલભાઇ સચડા, જાવેદ આદમભાઇ ગજીયા, શબ્બીર હુસેનભાઇ ગંઢાર અને ઝુબેર મુનાવરભાઇ ભાયા નામના ચાર યુવાનોને નાની મોટી ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

આ બનાવની જાણ થતાં સિટી-એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત વાઘેરવાડા વિસ્તારમાં પણ પોલીસ ટુકડીએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને હુમલાના બનાવ અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News