Get The App

જામનગરમાં ભાડુઆતની સગીર પુત્રી સાથે દુષ્કૃત્ય બદલ મકાન માલિકને 10 વર્ષની જેલની સજા

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ભાડુઆતની સગીર પુત્રી સાથે દુષ્કૃત્ય બદલ મકાન માલિકને 10 વર્ષની જેલની સજા 1 - image


Jamnagar Rape Case : જામનગર શહેરમાં 2016 ની સાલના એક કેસમાં ભાડુઆતની સગીર વયની પુત્રી સાથે દુષ્કૃત્ય બદલ પોક્સો કાયદાની ખાસ અદાલતે મકાન માલિકને 10 વર્ષની જેલ સજા અને રૂ.15 હજાર દંડનો હુકમ કર્યો છે.

આ કેસની વિગતો મુજબ ડ્રાઈવીંગનું કામ કરતા આરોપી રામસંગ બાલુભા જાડેજા (ઉ.વ.51) સામે પોતાના ભાડુતની સગીર પુત્રીને અડપલા કર્યા બાદ તેના સાથે એકથી વધુ વખત બદકામ કરવા અંગે તા.1 જાન્યુઆરી-2017ના રોજ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પરથી પોલીસે-આરોપી વિરૂધ્ધ દુષ્કર્મની અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો)ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ હતી, અને અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું.

 જે કેસ અત્રેની પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે ભોગ બનનારનું નિવેદન, પુરાવા, સરકારી વકીલની રજૂઆતો અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તા.30 સપ્ટેમ્બર-2024ના રોજ આપેલા ચુકાદામાં આરોપીને દુષ્કર્મ હેઠળ તકસીરવાન ઠેરવીને 10 વર્ષની જેલ સજા અને પોક્સોની કલમો હેઠળ 3 થી 5 વર્ષની જેલ તેમજ કુલ રૂ.15 હજાર દંડનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સાથે નાની ઉંમરમાં બનાવ બન્યો હોવાથી તેને સરકારની વીક્ટિમ કમ્પેન્સેશન યોજના હેઠળ રૂ.6 લાખ વળતર ચુકવવામાં આવે. તેવો પણ કોર્ટે આદેશ કર્યો છે.


Google NewsGoogle News