Get The App

જોડિયા તાલુકાના બાલંભા ગામમાં મૃત ખેડૂતની ખોટી સહી કરી કરોડોની કિંમતની જમીન પચાવી પાડી

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
જોડિયા તાલુકાના બાલંભા ગામમાં મૃત ખેડૂતની ખોટી સહી કરી કરોડોની કિંમતની જમીન પચાવી પાડી 1 - image

Image:freepik 

-મૃતકની પૂત્રીએ તલાટી- મંત્રી, સર્કલ ઓફિસર સહિત ૧૧ શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત

જામનગર જિલ્લા જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ૬૦ વિઘા જેટલી ખેતીની જમીન બાલંભા ગામના એક જ પરિવારના નવ શખ્સો અને તલાટી તેમજ સર્કલ ઓફિસરે મૃત ખેડૂતની ખોટી સહીઓ કરી કૌભાંડ આચર્યું હોવાની ખેડૂતની પુત્રીએ જિલ્લા પોલીસવડાને અરજી કરી છે. 

મૃતકની કચ્છ જિલ્લામાં રહેતી હાજરાબેન ઈસ્માઈલભાઈ નામની પુત્રીએ જિલ્લા પોલીસ વડા ને અરજી કરી, તેમાં જણાવ્યું છે કે બાલંભા ગામના સર્વે નંબર ૧૪૬૮, ૧૪૨૨, ૧૩૩૧, ૧૨૭ વિગેરેથી તેમના પિતાજી ઈસ્માઈલભાઈના નામે ખેતીની જમીન આવેલી હતી, તે જમીન તેમના મિત્ર ઓધવજીભાઈ રામભાઈ  રામપરિયાને ભાગ ઉપર વાવવા આપેલી હતી, અને તેઓ દર વર્ષે ઉપજનો ભાગ પણ આપતા હતા.

અરજદારના પિતા ઈસ્માઈલભાઈનું ૧૯૮૮ ના રોજ અવસાન થયું હતું, અને તેમને સંતાનો પૂત્રીઓ હોય તેઓ પોત પોતાના સાસરે જતી રહી હતી.

 દરમિયાન વર્ષ ૨૦૧૬ માં જમીનનો ભાગ પાડી અને પોત -પોતાની જમીન મેળવી લેવાનું નકકી થતાં બધી બહેનો બાલંભા મુકામે જઈ તપાસ કરતાં આ ખેતીની જમીન તેમના પિતાજીના નામના બદલે ઓધવજી રામપરીયા ના નામે ચડી ગયેલી હોવાનું જાણવા મળતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. અને ત્યાર બાદ તેઓએ ગ્રામ પંચાયત કેરીમાંથી જમીન ટ્રાન્સફરઅંગેના દસ્તાવેજોની માંગણી કરતાં તેમને દસ્તાવેજ આપવામાં આવ્યા ન હતા.

 જેથી તેઓએ જોડિયા કોર્ટમાં ફરિયાદ નોંધાવતાં અને કોર્ટે તલાટી, સર્કલ ઓફિસર ને કોર્ટમાં દસ્તાવેજ રજૂ કરવા આદેશ કરતાં તલાટીએ રજૂ કરેલાં દસ્તાવેજમાં આ જમીન ૨.૧૦.૧૯૯૪ ના રોજ ઓધવજીભાઈ સહિતનાઓના નામે ખોટા દસ્તાવેજ, ખોટી સહીઓ કરી તમામ આરોપીએ ગુન્હાહિત કાવતરૂ રચી એકબીજાની મદદગારી કરી જમીન હડપ કરી ગુન્હો કર્યો હોવાનું જાણવા મળ્યું હોવાથી તે તમામ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા એસ.પી. ને રજૂઆત કરી છે.


Google NewsGoogle News