જામનગરમાં પાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દેવા અંગે કોંગી કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો દાખલ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
જામનગરમાં પાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દેવા અંગે કોંગી કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો દાખલ 1 - image


- વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

જામનગર,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દઈ જમીન પચાવી પાડવા અંગેના પ્રકરણમાં વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતનો ગુનો દાખલ કરવામાં આવતાં ભારે ચકચાર જાગી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નીતિનકુમાર રવિશંકર દીક્ષિતએ ગઈકાલે લેખિતમાં એક ફરિયાદ અરજી આપીને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.ચાવડાનો સંપર્ક સાદ્યો હતો, અને મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે જમીનમાં દબાણ કરવા અંગે કોર્પોરેટર અસલમ ખીલજી, તેમજવ કહાજી મેતર અને કાદર હાજી મેતર સામે જમીન પચાવી પાડવા અંગેનની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના અસલમ કરીમ સામે ફરિયાદ નોંધવા માટેની અરજી આપી હતી, જે અરજીના અનુસંધાને પી.આઈ ચાવડાએ અધિકારી નીતિન દીક્ષિતની ફરિયાદના આધારે કોર્પોરેટર સહિતના ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધીનિયમ 2020 ની કલમ 4(3), અને પાંચ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તેઓને અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મહાનગર પાલિકાની નગરપાલિકા દ્વારા 18 મીટરનો રોડ કરવા માટે અને ઉપરોક્ત દુકાન રોડના કપાસમાં આવતી હોવાથી સંપાદન કરેલી જમીનમાં રોડ ખુલ્લો કરવા માટેની અરજી કરવામાં આવી હતી.જે અરજીના અનુંસંધાને પોલીસે તપાસણી શરૂ કરી છે,


Google NewsGoogle News