જામનગરમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા લાખોટા તળાવનું સફાઈ અભિયાન

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા લાખોટા તળાવનું સફાઈ અભિયાન 1 - image

જામનગર,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર

સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના માર્ગદર્શનમાં દિલ્હીમાં યમુના કિનારે 'અમૃત પ્રોજેક્ટ'ના નેજા હેઠળ 'સ્વચ્છ જળ સ્વચ્છ મન' પરિયોજનાનું બીજું તબક્કાનું શુભારંભ થયું. ત્યારે જામનગરમાં પણ સવારે 8 વાગ્યે 300 થી વધુ નિરંકારી ભક્તોએ સમર્પણ, ભક્તિ અને સેવાની ભાવના સાથે જામનગરના લાખોટા તળાવમાં એકઠા થયેલી લીલ, કીચડ, પ્લાસ્ટિકના કચરાને દૂર કર્યો હતો. અને તમામ ગંદકી સાફ કરીને સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશો આપ્યો હતો.

બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓથી પ્રેરિત આ પરિયોજના સમગ્ર ભારતમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1533થી વધુ સ્થળોએ 11 લાખથી વધુ સ્વયંસેવકોની સહયોગથી એકસાથે વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

'પ્રોજેક્ટ અમૃત'ના બીજા તબક્કાનો આરંભ કરતા નિરંકારી રાજપિતા રમિતજીએ સદ્દગુરુ માતાજીથી પૂર્વ પોતાના સંબોધનમાં કહ્યું કે બાબા હરદેવસિંહજીએ તેમના જીવન દ્વારા આપણને પ્રેરણા આપી કે સેવાની ભાવના નિષ્કામ રૂપમાં હોવી જોઈએ, ન કોઈ પ્રશંસા ન તો કોઈ મહત્વકાંક્ષા. સેવા કરતી વખતે આપણે તેના પ્રદર્શનનો અવાજ ઉઠાવવાને બદલે તેની મૂળ ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણો પ્રયાસ પોતાને બદલવાનો હોવો જોઈએ. કારણ કે આપણુ આંતરિક પરિવર્તન જ સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. એક સ્વચ્છ અને નિર્મલ મન દ્વારા જ  સાત્વિક પરિવર્તન નો આરંભ થાય છે.

સદ્દગુરુ માતાજીએ પ્રોજેક્ટ અમૃત અવસર પર તેમના અર્શીવચનોમાં કહ્યું કે આપણા જીવનમાં જળનુ ઘણું મહત્વ છે અને તે અમૃત સમાન છે.  પાણીએ આપણા જીવનનો મૂળ આધાર છે. પરમાત્મા દ્વારા આપણને આપેલી આ સ્વચ્છ અને સુંદર રચનાની કાળજી રાખવીએ આપણી ફરજ છે. માનવ રૂપમાં આપણે આ અમૂલ્ય ધરોહરનો દુરુપયોગ કરી એને પ્રદૂષિત કર્યું છે.

આપણે પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં રાખવાની છે અને તેને સાફ કરવાની છે. આપણે ફક્ત શબ્દોથી નહીં પણ આપણા કર્મોથી દરેકને પ્રેરણા આપવી પડશે. કણ-કણમાં વ્યાપ્ત પરમાત્માથી જ્યારે આપણો સંબંધ જોડાઈ છીએ અને જ્યારે આપણે તેનો આધાર લઈએ છીએ, ત્યારે આપણે તેની રચનાના દરેક સ્વરૂપને પ્રેમ કરવાનું શરૂ કરીએ છીએ. આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે જ્યારે આપણે આ સંસાર છોડીએ ત્યારે આ પૃથ્વીને વધુ સુંદર સ્વરૂપમાં છોડીએ.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત વ્યક્તિઓએ મિશનની ભરપૂર પ્રશંસા કરી અને નિરંકારી સદ્દગુરુ માતાજીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે મિશને જળ સંરક્ષણ અને જળ સ્વચ્છતાના આ કલ્યાણકારી પરિયોજનાના માધ્યમથી નિશ્ચિત પ્રકૃતિ સંરક્ષણ હેતુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવેલ છે.


Google NewsGoogle News