જામનગરમાં બ્રહ્મ સોશયલ ગ્રુપ દ્વારા લાડુ (મોદક) ખાવાની સ્પર્ધા યોજાઇ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
જામનગરમાં બ્રહ્મ સોશયલ ગ્રુપ દ્વારા લાડુ (મોદક) ખાવાની સ્પર્ધા યોજાઇ 1 - image

જામનગર,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

જામનગરમાં બ્રહ્મ સોશયલ ગ્રુપ દ્વારા આજે ઓપન સૌરાષ્ટ્ર લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 47 ભાઈઓ બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. જેમ વિજેતાઓને મોમેંટો, પુરષ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જામનગરમાં વર્ષો થી બ્રહ્મ સોશયલ ગ્રુપ દ્વારા લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે સતત 14માં વર્ષે આ સ્પર્ધા યોજાઇ હતી. જેમા 25 ભાઈઓ, 13 બહેનો અને 9 બાળકોએ ભાગ લીધો હતો.

 જેમાં ભાઈઓના વિભાગમાં ભાણવડ તાલુકાના ફતેપુર ગામના રમેશભાઈ જોટંગીયાએ 14 લાડુ ખાધા હતા અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેવી જ રીતે બહેનોના વિભાગમાં પદ્મિનીબેન ગજેરાએ 10 લાડુ સતત ત્રીજા વર્ષે પ્રથમ નંબર અને બાળકોના વિભાગમાં મંથન ચુડાસમાએ 4 લાડુ ખાયને પ્રથમ નંબર મેળવ્યો હતો.

 આજની ખાસ વિશેષતાએ હતી કે માત્ર સાડા ત્રણ વર્ષના બે બાળકોએ પણ ભાગ લીધો હતો. અને તેઓએ એક-એક લાડુ ખાધા હતા. સમગ્ર કાર્યક્રમના પ્રેજેક્ટ ચેરમેન તરીકે આનંદ દવે રહયા હતાં.


Google NewsGoogle News