Get The App

જામનગરના હાપા સ્થિત સેલટર હોમની મનપાના કમિશનર દ્વારા મુલાકાત લઈ આશ્રિતો માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
જામનગરના હાપા સ્થિત સેલટર હોમની મનપાના કમિશનર દ્વારા મુલાકાત લઈ આશ્રિતો માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું 1 - image

જામનગર,તા.27 નવેમ્બર 2023,સોમવાર

જામનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગઈકાલે જામનગર-રાજકોટ હાઈવેની સમૂહ સફાઈ બાદ જામનગર મહાનગરપાલિકા સંચાલિત અને દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય લાઈવલીહૂડ મિશન અંતર્ગત સરકારની સો ટકા ગ્રાન્ટ આધારિત હાપા વિસ્તારમાં આવેલા શેલટર હોમની મુલાકાત માન.કમિશનર ડી.એન.મોદી દ્વારા લેવામા આવી હતી.

જેમાં આશ્રય લઇ રહેલા લોકો સાથે સંવાદ કરીને આપવામાં આવતી સુવિધાઓની માહિતી મેળવી હતી અને પ્રોજેક્ટ ઓફિસર અશોક જોશીને સવારના નાસ્તો તથા બપોરે તથા સાંજે જમવા માટે મેનૂ નક્કી કરીને તે મુજબ વ્યવસ્થા કરવી અને એસ્ટેટ  શાખાની ટીમને વધુમાં વઘુ ઘરવિહોણા શ્રમિકો, ભિક્ષુકોને શિયાળા દરમિયાન શેલટર હોમમાં શીફટ કરવા સૂચના આપેલ છે, આ મુલાકાત દરમિયાન ઈ.ચા. નાયબ કમિશનર જીગ્નેશ નિર્મલ, કાર્યપાલક ઈજનેર મુકેશવરણવા, નરેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 જામનગર મહાનગરપાલિકા સંચાલિત  હાપા તથા બેડી વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમમાં ઘરવિહોણા શ્રમિકો, ભિક્ષુકોને રહેવાની જમવાની, નહાવાના ગરમ પાણી સહિતની સુવિધાઓ  વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.


Google NewsGoogle News