Get The App

જામસાહેબ શત્રૂશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
જામસાહેબ શત્રૂશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું 1 - image


ઘરઆંગણે મતાધિકારનો ઉપયોગ કર્યો  80 વર્ષથી વધુ વયના 442 નાગરિકો માટે ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા

 જામનગર, : આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે તેમ  જામનગરના જામ સાહેબ શત્રૂલ્યજીસિંહજીના કે જેઓએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા 2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા નિદષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

ત્યારે આજરોજ જામસાહેબ શત્રૂશૈલ્યસિંહજીએ પણ ચૂંટણી અધિકારી- 78 તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીઓની ઉ સ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો મત આપ્યો હતો. આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર  વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા 442 નિદષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી. જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. 


Google NewsGoogle News