જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને જેલની સજા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને જેલની સજા 1 - image

જામનગર,તા.09 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને ચેલાના રહેવાસી ભોજા ઘેલા ટારીયાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યા હતા.

આથી સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયા હતા. જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી. તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલું ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી. અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો હતો. 

જે કેસ ચાલી જતા ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો, અને આરોપીને 3 ત્રણ માસની જેલની સજા તેમજ ચેકની રકમ નો દંડનો હુકમ કર્યો છે.


Google NewsGoogle News