જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના સભાસદને 1 વર્ષની જેલ સજા
image : Freepik
Jamnagar News : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને મોરબીમાં મહેશ હોટલ –ઠાકર લોજનો ધંધો કરતા જયેશ ભુપતભાઈ ઠાકરે સોસાયટીમાંથી લોન લીધેલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો.
જેથી ડિફોલ્ટર સભાસદ સામે નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે ફરીયાદ નોંધાવી હતી. જે કેસર અદાલત સમક્ષ ચાલી જતાં સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી 1 વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.6,45,000 નો દંડ તેમજ આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવ્યો છે.