Get The App

જામનગરના ડુપ્લીકેટ તમાકુના કોપીરાઈટ ભંગ અંગેના પ્રકરણનો એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી વાંકાનેરમાંથી ઝડપાયો

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
જામનગરના ડુપ્લીકેટ તમાકુના કોપીરાઈટ ભંગ અંગેના પ્રકરણનો એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી વાંકાનેરમાંથી ઝડપાયો 1 - image

image : Freepik

જામનગર,તા.27 માર્ચ 2024,બુધવાર

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ પહેલાં ડુપ્લિકેટ તમાકુ અંગે કોપીરાઇટ ભંગનો કેસ નોંધાયો હતો, જે ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને વાંકાનેરમાંથી ઝડપી લેવાયો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.

 જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ ને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસર ગામના સબીર હુસૈન અબ્દુલભાઈ શેરસીયા નામના શખ્સ સામે આજથી એક વર્ષ પહેલાં જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ડુપ્લીકેટ તમાકુ અંગે કોપી રાઈટ ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં છેલ્લા એક વર્ષથી પોતે નાસ્તો ફરતો રહ્યો હતો.

 દરમિયાન જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમેં વાંકાનેર પંથકમાં દરોડો પાડી આરોપી સબીર શેરસિયાને ઝડપી લીધો છે, અને તેને જામનગર લઈ આવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સૂપ્રત કરી દીધા છે.


Google NewsGoogle News