જામનગર : કાલાવડના ફગાસ ગામમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકીનું ઝેરી જાનવર કરડી જતાં અપમૃત્યુ

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
જામનગર : કાલાવડના ફગાસ ગામમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકીનું ઝેરી જાનવર કરડી જતાં અપમૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની ત્રણ વર્ષની બાળકીને કોઈ ઝેરી જાનવર કરડી જતાં તેણીનું અપમૃત્યુ થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને કાલાવડ તાલુકા ના ફગાશ ગામના ખેડૂત મહાવીરસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ડુંગરિયાસિંગ ગુલાબસિંગ માવી નામના ખેડૂતની ત્રણ વર્ષની માસુમ પુત્રી કલ્પના, કે જે વાડીમાં રમી રહી હતી, તે દરમિયાન તેણીને ડાબા પગના અંગુઠા પાસે કોઈ ઝેરી જાનવર કરડી જતાં તેણી બેશુદ્ધ બની હતી, અને સારવાર માટે તેણીને કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં ફરજ ફરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના પિતા ડુંગરિયાભાઈ માવીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બાળકીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News