જામનગરના એક યુવાનના ક્રેડિટ કાર્ડ નો દુરુપયોગ કરી ઓનલાઈન ખરીદી કરીને છેતરપિંડી આચરનાર ને ઝડપી લેવાયો
Image: Freepik
જામનગરના એક યુવાનના ક્રેડિટ કાર્ડના અનઓથોરાઈઝ એક્સેસ મેળવી લઇ ઓટીપીના માધ્યમથી ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી કરનાર શખ્સને જામનગર સાઇબર ક્રાઇમ સેલ ની ટીમે અમદાવાદમાંથી ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી તેની વધુ ફરજ ચલાવવામાં આવી રહી છે.
જામનગરની સાઇબર ક્રાઈમ સેલ ની ટીમને ફરિયાદ મળી હતી, કે જામનગરના એક આસામીનું ક્રેડિટ કાર્ડ કે જેનો દૂર ઉપયોગ કરાયો હતો જેના એક્સિસ મેળવી, પિન તેમજ ઓટીપી નંબર મેળવી લેવાયા હતા.
જેના નામે ક્રેડિટ કાર્ડ મારફતે ઓનલાઈન ખરીદી કરી લેવામાં આવી હતી, અને રૂપિયા ૫૦,૦૦૦ ના માલ સામાનની ખરીદી કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જે મામલો સાઇબર ક્રાઇમ સેલ ની ટીમ સમક્ષ લઈ જવામાં આવ્યો હતો.
જેથી સાઇબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સોર્સીસ ના આધારે ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી, અને સોશિયલ મીડિયા ના માધ્યમથી અમદાવાદના ઇસનપુરમાં રહેતા હર્ષવર્ધન અશોકભાઈ પરમાર નામ શખ્સની અટકાયત કરી લીધી હતી, અને તેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ફરિયાદીની જાણ બહાર ગમે તે રીતે તેના ક્રેડિટ કાર્ડના અન ઓથોરાઇઝ એક્સેસ મેળવી લીધા હતા. તેના ઓટીપી નંબરના આધારે ઓનલાઇન ક્રોમા કંપનીના ક્રેડિટ કાર્ડ ખરીદી લીધા હતા, અને તેના વાઉચર મારફતે ૫૦,૦૦૦ રૂપિયાની ઇલેક્ટ્રિક આઈટમની ખરીદી કરી લેવામાં આવી હતી. તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.